સંધ્યા
સંધ્યા
સૂર્યના રંગો છવાયા આકાશ મહીં,
દ્રશ્ય અનોખું, સંધ્યા ટાણે સર્જાયું જહીં,
અતૃપ્ત મહેચ્છા સળવળી ઊઠી જહીં,
પ્રેમની સંવેદના ખળભળી ઊઠી તહીં,
પ્રિયનાં મધુર બોલ હૈયે પડઘાય જહીં,
અગણિત સ્મરણોની પટારી ખુલી તહીં,
બે હૈયાં બે હાથ, એક પડછાયો જહીં,
મધુરાં આલિંગને અધર ભીડાઈ તહીં,
મધુરી સંધ્યા યાદોમાં અમર બની જહીં,
જિંદગી જીવવાની આશ ઝળહળી તહીં,
લઈ બાહુપાશમાં સંતોષનો શ્વાસ જહીં,
બે હંસલા ઊડ્યા, અનેરા પ્રયાણે તહીં.
