STORYMIRROR

kiranben sharma

Romance Tragedy

4  

kiranben sharma

Romance Tragedy

વિયોગ

વિયોગ

1 min
349

હૈયુ તુજને પ્રેમ અગાઢ કરતું રહ્યું,

વિયોગ તારો આજીવન સહેતું રહ્યું,


સંબંધોની ભીનાશમાં સતત પલળતું રહ્યું,

વિયોગના દર્દમાં કાયમ કણસતું રહ્યું,


દુનિયાને હૈયાની વાત ન બતાવી શક્યું,

સલૂણા શમણાં સાકાર ન કરી શક્યું,


રિવાજને દુનિયાદારીમાં ભીંસાતું ગયું,

કર્મ કાર્ય, નિષ્ઠા કર્તવ્ય નિભાવતું ગયું,


યોગાનુયોગ થશે આશમાં તણાતું ગયું,

પ્રેમની સરિતામાં એકલું જ ઝઝૂમતું ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance