અપાર
અપાર
જીવન લાલિમાનું છે સૌંદર્ય અપાર,
માનવ અસ્તિત્વની છે ઘટમાળ અમાપ.
સમય ચક્ર સાથે સઘળું ફરતું અસાર,
યુગોનાં યુગોથી સરકતું જતું અપાર.
જન્મ બાળપણ યુવાની ઘડપણ લગાર
જીવન ચક્રની ઘટના બની ફરતું અપાર.
કર્મ થકી ફળ મળતું ને આનંદ અપાર
વિવિધ યોનીમાં ભટકતું જીવન સંસાર
સત્યપંથે જીવન લાલીનું સૌંદર્ય વધાર,
ઘટમાળ ઘટતી રહેશે જીવનમાં અપાર.
