મઝધાર
મઝધાર
પ્રીત પીયુની મહેકાવે જીવન સંસાર,
મારાં મનડાં કેરી નાવને આનંદ અપાર !
જોજે આ નાવ રહે ના મઝધાર,
તુજ પર ભરોસો, ખુદા ! જેટલો અપાર,
વિશ્વાસે જીવન નૈયા હંકારી સંસાર પાર,
આશાનો શઢના સંકેલશો કદી લગાર,
મનમીત તણું હૈયામાં જોમ ભારોભાર,
લાગણી પ્રેમનાં હલેસાંનો આધાર,
જીવન સ્વપ્ન સૃષ્ટિ પ્રીતમનો પ્યાર !
મુજ મઝધારે નૈયા, ઉતારો ભવપાર !

