દીકરીનો પોકાર
દીકરીનો પોકાર
માના કૂખમાંથી ફૂટી એક કૂંપળ,
વિહરતી આવી, દુનિયા જોવા,
વિસ્મય પામી, આનંદિત થઈ,
કેટલાય સપનાંઓ વિચારી લીધાં,
કામ કરવાના મનોરથ કરી લીધાં,
નાના- નાના હાથ પગ વડે ડગલાં માંડી લીધાં,
કુટુંબ ઘર, વિશે મસ્તકમાં વિચારી લીધું,
સ્નેહ સમર્પણ હાસ્ય રુદન સમજી લીધું,
અચાનક અવાજ સંભળાયો !
"દીકરી નથી જોઈતી" હું ડરી સહેમી ગઈ,
અંદરને અંદર ચીખવા લાગી,
" ના. ના ..મને ના મારશો ! મને જીવવા દો.
હું બે કુળ તારીશ, બે પેઢી સાચવીશ,
પુત્ર સમોવડી સાસરી પિયર સાચવીશ,
તમારું મસ્તક ક્યાંય ઝૂકવા નહીં દઉં,
હંમેશા અવ્વલ આવીશ, ગૌરવ અપાવીશ,
મા તારા કામમાં સાથ આપીશ,
પપ્પા તમને સ્નેહ આદર આપીશ,
ભાઈને રાખડી બાંધી, આશિષ આપીશ,
દાદા ! ઘરને પાંચે આંગળીએ થાપા મારી,
કશું લીધા વિના મારે સાસરે જઈશ,
આપેલાં સંસ્કારથી ખાનદાન ઉજાળીશ,
દીકરી હોવું કોઈ ગુનો નથી,
મને શીદને સજા આપો,
મારે જિંદગી જીવવી છે, જોવી છે,
સપનાં સાકાર કરવા છે,
મા ! મને જીવવા દો.
મારો પોકાર કોઈક તો સાંભળો."
