ઉત્સવ
ઉત્સવ
તારું આગમન મારે મન ઉત્સવ અનેરો,
તને ચાહવું જીવનનો લહાવો અનેરો,
જોઈ થાઉં હરખઘેલો, સ્મિત મીઠું મધુરું,
મળ્યું મને પાછું જાણે બાળપણ અલબેલું,
જીવનમાં મળી મને ખુશી એવી અનમોલ,
જેના ચૂકવી શકું ના કદી હું મોલ,
મારા જીવન જીવવાનો આધાર છે તું,
મારા વંશનો કૂળદીપક બની આવ્યો છે તું,
માતા પિતા બનવાનું સપના પૂર્ણ થયું તુજ થકી,
જીવન જીવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો તુજ થકી.
