શ્રાદ્ધ
શ્રાદ્ધ
શ્રાદ્ધ તર્પણ કરું પિતૃઓને રીઝાવું,
છોડી મને જે દેવ થયા તેમને મનાવું,
યાદ રાખી તિથિ તોરણને થાળ ધરાવું,
મેળવી તેમનાં આશિષ મનથી હરખાવું,
માતપિતા આપ્તજનોની યાદોને સજાવું,
પડી ચરણે નતમસ્તક થઈ તર્પણ કરાવું,
ખોટ સદેહે જેમની તેમને અંજલિ ચઢાવું,
મૃત્યુ બાદ ન છૂટે તેવું બંધન નિભાવું,
સદગત આત્માનાં મોક્ષ અર્થે પ્રાર્થના કરાવું,
સંતાન કર્તવ્ય ઋણ ચૂકવવા તર્પણ કરાવું.
