ઘટમાળ
ઘટમાળ
સૌંદર્ય લાલિમા છે ઘટમાળ જીવનની,
સુખ દુઃખ ભરતી ઓટ આવે સમયની,
સૂર્યોદયે ઉમંગ કેરી રંગોળી પ્રકાશની,
સૂર્યાસ્તે પ્રયત્ન કેરી ઠંડક સંતોષની,
યુગોથી સમયચક્ર ફરે છબિ જગતની,
સાક્ષી પન્ને સુવર્ણાક્ષરે લખે ઘટમાળની,
રજવાડા ગયા મળી સ્વતંત્રતા સ્વદેશની,
વીરોની ગાથા લખાઈ પાને ઇતિહાસની,
જીવન ભલે ટૂંકું લાલિમા ઝળકે કાર્યની,
નામનું સૌંદર્ય ભળે સંતૃપ્તિ આત્માની.
