મીણ માટીના માનવી
મીણ માટીના માનવી
પરિસ્થિતિએ આપ્યા ઘાટ માનવ રહ્યો મલકાઈ
રામ સ્વાંગમાં રાવણ ડોંકાય મીણ માટીના માનવી,
પળ પળમાં મન બદલાઈ, લોભ લાલચમાં ખેંચાઈ
"હું" પણાનાં ભારથી દબાઈ મીણ માટીના માનવી,
તારું મારું, ઈર્ષ્યા, વેર ઝેરના રંગોમાં રંગાઈ
પ્રેમ કેરી લાગણી વિસરાય મીણ માટીના માનવી,
સત્ય અહિંસા પરોપકાર પરસેવા માનવતા ભૂલાઈ,
કામ વાસનામાં ફસાઈ આ મીણ માટીના માનવી,
નોખા ચૂલા કર્યા સંબંધોની ગરિમા ના જળવાઈ,
વિશ્વાસનો શ્વાસ રૂંધાઈ આ મીણ માટીના માનવી.
