STORYMIRROR

MD Patel

Drama Fantasy

3  

MD Patel

Drama Fantasy

પરિસ્થિતિ

પરિસ્થિતિ

1 min
47

ઘડિયાળની એ ટક-ટક સાથે નિર્માણ થઈ હોય

માણસના મનના સંતાપની જ એ પેદાશ હોય,


નથી એની પાસે હિંમત, છતાં હિંમતવાન છે

કોઈ એની સાથે ભેગા તો કોઈ જુદા થાય છે,


આંખ છલકાવે છે પોતાના વ્યક્તિત્વથી

પણ કોઈ હસે ને કોઈ રડે એના પ્રભાવથી,


સમાન પાસા છે એના, છતાં લોકો એને ધિક્કારે છે

પોતાની ભૂલ છૂપાવી એને જ દોષ આપે છે,


ક્યાંક મને લાગે છે કે, એ આજ વાતનું વેર લેતી હોય

એ દંડ આપી માણસની મુલાકાત લેતી હોય,


કોઈ એને સારી કહે ને કોઈ ખરાબ પણ

માણસની જ એ કળા માણસને ચલાવતી હોય,

લાગે છે કે એ 'પરિસ્થિતિ' પોતાની વ્યથા કહેતી હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama