આદત
આદત


અજબ ગજબની આદત છે તારી,
ફરીયાદો પર ફરીયાદ કર્યા કરે છે,
જ્યાં એકનું નિવારણ કરું છુ ત્યાં,
બીજી ઉલઝનમાં ફસાવ્યા કરે છે.
આ તે કેવી છે મનની સ્થિતિ તારી,
મોસમની જેમ તુ બદલાયા કરે છે,
સ્વસ્થ થયાનો અનુભવ કરું છુ તો,
કમોસમી ફરીયાદો વરસાવ્યા કરે છે.
ચિકિત્સા કરાવવી છે હવે મારે તારી,
વારં વાર ડિપ્રેશનમાં આવ્યા કરે છે,
ફરીયાદોની અંગડાઈઓ લઈને તુ,
મારા મનની શાંતિ કેમ હણ્યાં કરે છે.
વિતાવી રહ્યો છુ જીવન સાથે તારી,
વાત વાતમાં કાયમ રિસાયાં કરે છે,
મનાવીને હું શાંત કરું છુ હરપળ તો,
નવી મુસીબતમાં તું ડુબાડ્યા કરે છે.
તુ તો મારા હ્રદયનો પ્રેમ છો વ્હાલી,
શા માટે મુજને તડપાવ્યા કરે છે.
છોડી દે તારી જીદ હવે તું "મુરલી"
જીવન હવે વસમું લાગ્યા કરે છે.