STORYMIRROR

MD Patel

Others

3  

MD Patel

Others

સંગીત સમીસાંજનું

સંગીત સમીસાંજનું

1 min
36

સમીસાંજે આવતા એના પ્રીતમની માટે

કરે છે ડોકિયાં એના ધણીની વાટે,


આવી જાય છે હાસ્ય એને જોતાની સાથે

આપે છે પાણી સમર્પણની સંગાથે,


ખવડાવે એ રોટલા પ્રેમની પંગતે

સપના છોડ્યા એના પંખાના પવનની સંગતે,


નથી રહ્યું એ સંગીત સમીસાંજનું...

ભૂસાઈ ગયું છે એ મિલન મુલાકાતનું,


થવા લાગી છે સરખામણી દંભ કરવાની

દોટ લાગી છે હવે આત્મનિર્ભર થવાની,


નથી થતા પૂરા હવે એના ભૌતિક શોખ

ભૂલી પ્રેમ ને સંસ્કૃતિને કરી છે શોક,


નથી રહ્યું એ સંગીત સમીસાંજનું...

ભૂસાઈ ગયું છે એ મિલન મુલાકાતનું.


Rate this content
Log in