STORYMIRROR

MD Patel

Inspirational

3  

MD Patel

Inspirational

રંગ

રંગ

1 min
177

વસ્તુ પર પ્રકાશ પાડવાથી એ વસ્તુનો રંગ દેખાય છે,

ઘણીવાર એવું થાય છે કે સૂર્યપ્રકાશ તો એક જ છે,

તો પણ દરેક વસ્તુનાં રંગ જુદા કેમ દેખાય છે ?


માણસનું પણ આવું જ છે માણસ પણ રંગ બદલે છે,

કોઈ પ્રકાશ સાથે તો કોઈ સમય સાથે રંગ બદલે છે,


આ રંગોની મહેફિલ એટલે અબીલ ગુલાલની હોળી,

રંગોની મસ્તી એટલે ધૂળેટી આવે હસતી રમતી,


ખજૂર ધાણી સાથે હોળાયાના શ્રીફળ રમાય

હોળાષ્ટકની શરતો પડી ચાલો રમીએ હોળી,


ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો આવો રમવા ધૂળેટી,

હોળીકા દહન સાથે કરીએ આપણા વિકારોનું દહન,


લઈયે સંકલ્પ સંસ્કૃતિ બચાવનો, બનીએ ગુજરાતી,

છીએ ગુજરાતી રહીશું ગુજરાતી ગર્વથી ગુજરાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational