STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

શકાય છે

શકાય છે

1 min
181

ચાહીએ તો, 'ચાહત' મેળવી શકાય છે,

દિલને ઘડીભર, બહેલાવી શકાય છે !


માણસાઈ તો, સ્વભાવ છે માણસનો,

ધારીએ તો, મુઠ્ઠી ઊંચેરા બની શકાય છે !


મનોબળ, મક્કમ જો હોય તો,

ચંદ્ર પર પણ, પગલાં પાડી શકાય છે !


માઉન્ટ એવરેસ્ટને, સર કરવાં,

અરુણિમા સિન્હા, પણ બની શકાય છે !


અશક્ય નથી, કશું ય આ જગમાં,

એવો અટલ, દ્રઢ વિશ્વાસ, કેળવી શકાય છે !


પ્રાણ જો પૂરીએ, પથ્થરમાં પણ, તો,

મૂર્તિ, એક શ્રદ્ધાની, ઘડી શકાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational