શુ ફરક પડશે
શુ ફરક પડશે


હે પ્રભુ તારુજ અસ્તિત્વ જ્યાં વિમાસણમાં છે,
તો હુ રહું કે ના રહું, શુ ફરક પડશે,
પ્રભુ તુ છે છતાં નથી,
જીંદગી થોડી ટુકી થઈ જશે, તો શુ ફરક પડશે.
જો તુ જ નથી તો જીવી હુ પણ શુ કરુ,
પ્રમાણ પૂછશે લોકો તને તો શુ આપીશ !
જીંદગી જો આમ જ ચાલવા ની હોય,
તુ હોય કે ના હોય શુ ફરક પડશે.
બધુ જાણવા જોવા છતા આંખે પટ્ટી બાંધી બેઠો છે,
નેટવર્ક જો તારુ મળવાનું જ ના હોય તો શૂ ફરક પડશે,
પ્રાર્થના કરી થાક્યા ભક્તો હવે,
તારુ મૃદુલ મન જો પીગળવા નુ ન હોય તો શુ ફરક પડશે.
લોકોને હવે ઈન્તઝાર છે,
તારી કૃપા વરસાવે તો બહુ ફરક પડશે,
હે પ્રભુ તારુજ અસ્તિત્વ જ્યાં વિમાસણમાં છે,
તો હુ રહું કે ના રહું, શુ ફરક પડશે.