STORYMIRROR

Mrudul Shukla

Others

4  

Mrudul Shukla

Others

પ્રભુને ફરિયાદ

પ્રભુને ફરિયાદ

1 min
254

શોધ તારી કરું પ્રભુ, મળતો નથી તું હવે,    

રોજ ફરું મંદિર પ્રભુ, જડતો નથી તું હવે,   


શાંત બેસી તું હવે જોયા કરે, હું શું કરું, 

વેશ પલટો પણ કરી ફરતો નથી, તું હવે,     


તીર્થધામો હું ફરી થાકી ગયો છું હવે,             

ચારધામે શોધું, સમજાતો નથી તું હવે,          


વાત મારી ખાનગી, તું સાંભળે છે કયાં,         

આવું જ્યારે હું પ્રભુ, જોતો નથી તું હવે,   


મન હવે છે મારું મૃદુલ, નામ જપતું નથી,      

યાદ પણ તો તું મને, કરતો નથી તું હવે.


Rate this content
Log in