જિંદગી મારી
જિંદગી મારી
કોરા એક કાગળ પર હવે મે લપેટી છે જિંદગી મારી,
સુખ દુખના ફુલ પાનથી મે સજાવી છે જિંદગી મારી.
એક સમય મારો હતો પાણીની જેમ એ વહી ગયો,
ચહેરાએ હવે કરચલી થી સજાવી છે જિંદગી મારી.
અંત સમયે હવે સમજાયુ છે મને આંતર રુપ મારુ,
ઇશ્વરે કેવી સુંદર મુખડાથી સજાવી છે જિંદગી મારી.
મળી જુઈશુ રાખમાં એ સત્ય હવે મને સમજાયુ છે,
અંતિમ યાત્રામા પણ ફૂલોથી સજાવી જિંદગી મારી.
મૃદુલ મન હવે એકલુ ચાલી નીકળશે મંઝિલ ભણી,
કાટાની રાહ પર હરિ દર્શનથી સજાવી જિંદગી મારી.

