STORYMIRROR

Mrudul Shukla

Abstract

3  

Mrudul Shukla

Abstract

તો મજા શું આવશે

તો મજા શું આવશે

1 min
191

માંગુ હું ને પ્રભુ આપે, તો મજા શું આવશે,       

હાથ જોડી હું ઊભો રહુ, તો મજા શું આવશે,  


થાય લીલા પ્રભુ તારી, તો મજા હરિ આવશે, 

જીવતા જો તું મળે ના, તો મજા શું આવશે,    


સાંજ ઢળતાંની પહેલા, જાય સૂરજ આથમી      

જિંદગીમાં રોશનીની, તો મજા શું આવશે,    


રાત્રિના અંધારમાં, તો ચાંદ શોભા આપશે 

હોય ના જો ચાંદની આ, તો મજા શું આવશે,    


આજ મૃદુલ મન ભલે ઘેરાયુ છે અંધારમા     

હોય ના તારો સહારો, તો મજા શું આવશે.    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract