પડછાયો
પડછાયો
જો પડે તડકો જરા તો, એ જ મારી હોય પાછળ
જો પડે માથે જરા તો, એ જ મારી હોય આગળ,
તાપ ઝીલે, જો પડે મારો જ પડછાયો ધરા પર
જિંદગીની કશમકશમાં, એ જ મારી હોય આગળ,
થાકતો ના એ કદી, મારી જ સાથે હોય કાયમ
હારમાં કે જીતમાં, મારો સહારો હોય આગળ,
આયનો મારો નથી, પણ પાડશે મારું જ પ્રતિબિંબ
જિંદગીના અવનવા હર મોડ પર, એ હોય આગળ,
જો વિચારે, તો અડે શિખરે જ મૃદુલ મન હવે તો
ટોચ પર એ પ્હોચવામાં સૌ પહેલા હોય આગળ.

