STORYMIRROR

Mrudul Shukla

Others

3  

Mrudul Shukla

Others

વંદે માતરમ

વંદે માતરમ

1 min
124

મંઝિલ છે મોત તો પણ રોજ નવી જિંદગી જીવે છે,

સરહદ પર દેશની રક્ષામાં જીવ દાવ પર લગાવે છે,

શહીદ થાય તો દેહવિલય સુધી બે દિવસ યાદ રહે છે,

થોડો સમય અખબારના મુખ્ય સમાચાર બની રહે છે,    


કફન લઈને નીકળે છે જ્યારે દેશનો બોલાવો આવે છે,

દેશની સેવામાં પરિવારથી દૂર એકલતામાં જીવે છે,         

દેશની સીમાઓ પર હર જવાન મુસ્કુરાઈને મરે છે,

યુદ્ધની પહેલા સીમાઓ પર શાંતિ છવાઈ રહે છે,    


"વંદે માતરમ"ની ગુંજ ઊઠતા જ ગોળીઓ વરસે છે, 

ગોળીઓ છાતી પર ઝીલી જે મોતને ગળે લગાડે છે,  

આજ આઝાદીના પર્વ પર એમને સલામ કરીએ છે, 

જેમણે ખોયા છે બેટા એ માઁ બાપને યાદ કરીએ છે, 


મૃદુલ મનથી હવે આજ તિરંગાને સલામી આપીએ,      

રંગબેરંગી ફૂલોથી એ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ.   


Rate this content
Log in