STORYMIRROR

Mahendra Rathod

Inspirational Others

3  

Mahendra Rathod

Inspirational Others

કુદરત

કુદરત

1 min
5.0K


વસંતને આજે વેગડું ને કોયલ મીઠા ટહુકા કરે,

મ્હોરે માણીગર મોગરોને કામણ પેલો કેશવ કરે.


પાંદડીઓના પાલવમાં વીંટળાઈ બેઠી રાતરાણી,

આવે ઓજસ ઢુંકડું ને મીઠી ફોરમ બધે પ્રસર્યા કરે.


કાળી ભમ્મર રાતડીમાં આપે તારાલિયા હાથતાળી,

ચાંદને ના જડે રસ્તો ને ચાંદની અપાર ચમક્યા કરે.


કોરા ધાક્કોર અંબરમાં વાદળીઓ રમતી સંતાકુકડી,

વાય ભલે ના વાયરા તોય પેલો મેહુલિયો વરસ્યા કરે.


સુરજ ઢળતા સાંજ પડે ને મધુકર પગરણ બદલે,

હોય કરમાયેલી તોય પેલી પાંદડીઓ મહેકયા કરે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational