STORYMIRROR

Patel Padmaxi

Inspirational Others

3  

Patel Padmaxi

Inspirational Others

નફરત

નફરત

1 min
434


નફરત જીતી જાય નફરત કદાચ,

શક્યતા છે, બને પણ ખરું !

પણ જીતનાર માણસ હારે પારાવાર, એ નિશ્ચિત છે


વેદના આપી કોક નિર્દોષ હૃદયને ,

હાસ્ય છલકાય મુખે એ બને પણ ખરું!

ભીતર અશ્રુઓની રક્ત વર્ષા થાય, એ નિશ્ચિત છે


અપમાન કરીને, બોલીને ખોટાં વેણ

દંભ સચવાય બને પણ ખરું !

અંદર કંઈક વારંવાર પછી કોરી ખાય, એ નિશ્ચિત છે


વાળીને વેર, બદલાથી પામે સંતોષ

કરી દેખાડ્યું એવું બને પણ ખરું !

ખૂંચે હર ક્ષણ, ચેન ખોવાય કાયમી, એ નિશ્ચિત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational