પતંગ
પતંગ
રંગ બેરંગી પતંગને જોઈ, આભ જયારે શોભી ઉઠે,
પર્વ આ અનોખો જે જીવનની રીત શીખવે.
જે દોરીથી બંધાય છે પતંગ
એ ક્યારેય ન છોડવી
મૂળને સાચવતી વખતે
ભલે કપાય જાય આંગળી
ઢીલ અને ખેંચ દ્વારા પતંગ ઉડે આકાશે,
સ્થિરતા કાજે આ દોરી કેટલા જોખમ ઉઠાવે.
તોય સૌ વખાણે
મારો પતંગ ઉડે આકાશે
દોરી કેટલું મથતી
એ ક્યાં કોઈ સમજે
ઉડતાં પતંગને કાપીને, કાપવાની મજા સૌ માણે,
ગગને સ્પર્શ કરીને, અધોગતિની વેદના કોણ જાણે ?
