STORYMIRROR

Krupa Soni

Others

3  

Krupa Soni

Others

ડિજિટલ

ડિજિટલ

1 min
472


જમાનામાં એવી તો કમાલ થઈ ગઈ

નિખાલસતા તો જાણે વ્યાકૂળ થઈ ગઈ

પ્રામાણિકતાનો દમ ઘૂંટવા લાગ્યો.

ફોર્માલિટી જ બધે સાચી થઈ ગઈ


પ્રેમમાં શરતો પાકી થઈ ગઈ

દોસ્તી પૈસાથી રાજી થઈ ગઈ

માનવતા તો ખૂણે બેઠી

જેની વાચા મીઠી એ ફેમસ થઈ ગઈ


હાસ્ય મેડી એ છૂપાઇ ગયું

સ્માઇલીમાં સંવેદના વહેતી થઈ ગઈ

પૈસાને પરમેશ્વર માની

દૂનિયા જાણે બેંક બની ગઈ


મર્યાદાઓ વિલિન થઈ ગઈ

વિકૃતિમાં વૃદ્ધિ થઈ ગઈ

તો'યે માનવી કહેતો ફરે,

ભાઈ દુનિયાતો ડિજિટલ થઈ ગઈ


Rate this content
Log in