STORYMIRROR

Krupa Soni

Inspirational Others

3  

Krupa Soni

Inspirational Others

રવિવાર

રવિવાર

1 min
457


રવિવાર આવે ગોકળગાયની જેમ ધીમે,

ને, જાય આમ ફટાફટ, સસલાંની ઝડપે.


બે ટંકની વ્યવસ્થામાં,

સૌ કોઈ જાતને ભૂલે,

સૌ સાથે વહેંચાઈ સુખદુઃખ,

આત્મીયતા વિકસે.


સુની પડેલી ઘરની ભીંત, સૌને સાથે ઝંખે,

ફુરસદનો મૂલ્યવાન સમય, જે સંબંધને જીવંત રાખે.


હાસ્ય મેડી એ છૂપાઇ ગયેલું,

કલરવ કરતું આવે,

જવાબદારીનાં ઋણમાં,

'આ દિન' કેટલી રાહત આપે.


કરમાઈ ગયેલી લાગણીઓમાં, પ્રેમ-જળ થોડું છાંટીએ,

સમયનું ઉમેરી ખાતર, સ્નેહ-પુષ્પ પામીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational