હોળી આવી
હોળી આવી
હોળી આવી, હોળી આવી, હોળી આવી રે,
તોફાની ટાબરિયાઓની પેલી ટોળી આવી રે
કેસૂડા ને ગુલાલ, છાંટવાની હોળી આવી રે,
ઉર ઉમંગ સાથે, રંગે રમવાની હોળી આવી રે
ગોળ, ચણા ને ખજુર ખાવાની હોળી આવી રે
રંગભરી પિચકારી મારવાની હોળી આવી રે
ફાગણના ફૂલડાનીની મીઠી ફોરમ લાવી રે
આંબાડાળે કોયલ ગીત વાસંતી આવી રે
ભક્ત પ્રહલાદની સાચી ભક્તિની યાદ લાવી રે
હૈયે હૈયાના ‘મિલન’ કાજ હોળી આવી રે
