STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

માની છબી

માની છબી

1 min
258

એજ... હતી... 

ઉત્કૃષ્ટ પ્રેમની સ્મિત ભરી 

"મા".... ની છબી 

"મા એ મા બીજા વગડાનાં વા",


સાચે જ

શૈશવ... ના

સંસ્મરણો વાગોળતાં આજ 

ભલી ભોળી મા ના 

હેત ભર્યા હાલરડાંની હલક

છાતીએ વળગાડી 

દીર્ઘ ચૂંબન કરતી 

સાડલાની સુંવાળપ સાથ

ખોળામાં પોઢેલ મીઠી નિંદરડી,

આજેય મારા માનસપટ પર સદાને માટે 

અંકિત થઈ ગઈ છે. 


"મા" શબ્દ કાને પડતાં જ ચોમેર પ્રકાશપૂંજ 

પથરાતો હોઈ-ને એવામાં ઝળૂંબે છે માતાનાં પ્રેમની 

શીતળ ચાંદની-ને કર્ણપટ પર પડઘાય છે વહાલપના ગૂંજનો

ને ખળ ખળ વહેતા ઝરણાનો સાદ 

ક્યારેય ન ભૂલાય જયોતિરમયી જનનીની યાદ... એવી મમતાળુ મા...ના ચરણોમાં કોટી કોટી વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational