STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance

ઝરૂખે ઝૂરતી

ઝરૂખે ઝૂરતી

1 min
247

ઝળહળ ઝળહળ રૂડો ઝરૂખો ઝબકે

હીંડોળે હીંચતા હૈયુ મારું હરખે

મારા દલડામા કંઈ કંઈ થાય કે

પ્રિતમ મારો ક્યારે પધારશે?


ઝીણી ઝીણી ભાતવાળી શોભે અટારી

ઝગમગતા દીવડાથી લાગે બહું પ્યારી

મારાં અંતરે અજવાસ થાતો કે

સાજન મારો શૃંગાર લાવશે


વાયરા વસંતના વા વા વાતા'તા

આમ્રકુંજમા કોકીલ મીઠાં ગીત ગાતાં'તા 

મારી કોમળ કાયા ડોલી જાતી કે 

વાલમ વે'લો તું પધારજે 


ફૂલડાંની ફોરમે મેં ઓરડો મ્હેંકાવ્યો 

તમારા નામનો મેં ઢોલિયો ઢળાવ્યો 

મારી આંખલડી કરે અણસાર કે 

નાથ મને બાંહોમા સમાવજે 


જોતી હું ઝરૂખડે વાલમની વાટ્યુ કે 

માનભરી માણવા તું આવજે

ઝૂરી ઝૂરી મરું હું તારા કાજે કે 

પ્રિતમ પ્રેમથી મને ભીંજવી તું દેજે 


Rate this content
Log in

Similar gujarati poem from Romance