STORYMIRROR

Shruti Dave Thaker

Romance

3  

Shruti Dave Thaker

Romance

તારા વગર

તારા વગર

1 min
244

ન જાણે કેમ આજ સૂરજ ન ઊગ્યો, તારા વગર,

ન જાણે કેમ આજ સવાર ન થઈ, તારા વગર,


અંતરમાં રોજની જેમ ઉત્સાહ ન જાગ્યો, તારા વગર,

રાત- દિનમાં કોઈ ફેર ન લાગ્યો, તારા વગર,


આજ મનને  ચેન ન આવતું, તારા વગર,

આજ આંખોને કોઈ દ્રશ્ય ન ગમતું, તારા વગર,


ન જોઈ તને હાસ્ય ગયું વિલાઈ, તારા વગર,

મારા શબ્દોને શ્વાસ જાણે થીજ્યા, તારા વગર,


ન જાણે કેમ એક ડગલું પણ ન ભરાયું, તારા વગર,

ન જાણે કેમ મનમાં થઈ ધ્રૂજારી, તારા વગર,


જીવનનો રસ જાણે સૂકાયો, તારા વગર,

સૃષ્ટિ મારી બની ગઈ સૂની, તારા વગર,


આજ મારો જ ચહેરો મને લાગ્યો અજાણ્યો, તારા વગર,

આજ મને થયું છે આ શું, તારા વગર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance