Jnavi Soni

Romance

4  

Jnavi Soni

Romance

શરૂઆતમાં

શરૂઆતમાં

1 min
24.6K


હું પણ ફસાઈ છું જ,

એવું લાગતું શરૂઆતમાં,

મારા વિચારોનુંય ટોળું,

ભાગતું શરૂઆતમાં.


છલકાય મારું સ્મિત ને,

એકાંતમાં એ ઝળહળે,

અંદર ખુણે વંટોળ સમ,

નુર નાચતું શરૂઆતમાં.


દિવસે વળી ખુલ્લા નયનથી,

જોઉ ને રાતે પછી,

દેખાય આંખો બંધ,

પણ દિલ જાગતું શરૂઆતમાં.


જોઈ નયન શરમાય જાતાં,

ને વળી નમતા એ પણ,

એને ફરી એકીટસે દિલ,

તાકતું શરૂઆતમાં.


બસ આમ વારંવાર,

કોઇક ભીડમાં મળતું મને,

જોવા ફરી એની ઝલક,

દિલ રાચતું શરૂઆતમાં.


સમજું બધું મારું હુ,

પણ ઘટતું જ રે'તુ કેટલુક,

આ માલિકી દિલની ય,

કોઇક રાખતું શરૂઆતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance