STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

રંગ રસીયો

રંગ રસીયો

1 min
378

ફાગણની આ મોસમમાં તું,

ફાલ્ગુની બનીને આવી જા.


રંગ રસિયો બન્યો છુ તારો,

અબિલ ગુલાલ ઉડાડી જા.


ડોલી રહ્યો છે કેસુડો આ,

તેના રંગમાં લાલ બનાવી જા.


લહેરાઈ રહેલા ફાગણીયામાં,

મુજને પ્રેમથી લહેરાવી જા.


ગરમીની શરુઆત થઈ છે,

રંગ ભરી પિચકારી ઉડાવી જા.


તડપી રહ્યો છુ તારા મિલન માટે,

પ્રેમના રંગોથી મને રંગી જા.


મતભેદ મનના દૂર કરી ને તું,

નવરંગનો પ્રવાહ વહાવી જા.


મારા પ્રેમના રંગમાં ભળીને તું,

પ્રેમના ફાગણિયા ગાઈ જા.


તારી મારી પ્રિત છે જુની પ્રિયા,

પ્રેમનો તંતુ ફરી તું જોડી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance