આ છે કળિયુગ
આ છે કળિયુગ
પ્રમાણિકતાનો ચારે તરફ વેપાર થઈ ગયો,
સંબંધોમાં પણ સ્વાર્થનો વહેવાર થઈ ગયો.
સત્ય બોલનારિ લાચાર બનીને રહી ગયા,
જૂઠું બોલનારો અહીંયા હકદાર થઈ ગયો.
ધનવાન સામે સૌનાં ઝૂકી રહ્યાં છે મસ્તક,
નિર્ધનનો સમાજમાં બહિષ્કાર થઈ ગયો.
માત-પિતાની સેવા હવે ગમતી નથી કોઈને,
સંતાનો માટે ધન જીવનનો આધાર થઈ ગયો.
જ્ઞાન વેચાય રહ્યું છે આજે ખુલ્લા બજારમાં,
શિક્ષણનો પણ જુઓ તો વેપાર થઈ ગયો.
ન્યાય મેળવવા પૈસાનો લેવો પડે છે સહારો,
સાચો ન્યાય પણ આજે લાચાર થઈ ગયો.
કેવો આ યુગ આવ્યો? માનવતા ખોવાઈ ગઈ,
"મુરલી" માનવ પથ્થરનો અવતાર થઈ ગયો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)
