STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નયનોનાં તીર

નયનોનાં તીર

1 min
9

તારા નયનોનાં તીર દિલને વીંધી જાય છે,
મૌન રહીને પણ કેટલી વાતો કહી જાય છે.

તારી આંખોમાં અજાણી એક દુનિયા વસે,
જોઈએ તો મનના દરવાજા ખુલી જાય છે.

એક નજરનો સ્પર્શ પણ કેવો કરે છે કમાલ,
રાતે મને સપનાંઓમાં ફૂલો ખીલી જાય છે.

તારા નયનોની ભાષા મને સમજાય જો કદી,
શબ્દ વિના પણ અનેક અર્થ મળી જાય છે.

દૂર રહીને પણ નજીક હોવાનો ભાસ થાય,
યાદ આવે તો મનમાં વસંત ખીલી જાય છે.

નજર મળે ને પળભરમાં સમય થંભી જાય,
પછી તો ક્ષણો પણ સદીઓ બની જાય છે.

 મુરલી’ તારા નયનોની આ વાત છે નિરાળી,
એક તીર મારા હ્રદયમાં અસર કરી જાય છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama