STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Action Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Action Inspirational Thriller

ઉપદ્રવ

ઉપદ્રવ

1 min
0

શાંતિ હણીને જીવતર સાવ હેરાન કરે છે,
આ નાનો અમથો ઉપદ્રવ ભારે હેરાન કરે છે. ​

સપનાઓની સુંદર વાડી રચે છે જ્યાં માણસ,
ત્યાં આવીને એ બધું જ ખેદાન-મેદાન કરે છે. ​

ધીરજની દીવાલ તોડીને એ હદ વટાવી જાય,
નાની એવી બાબતમાં પણ મોટું તૂફાન કરે છે. ​

સુખની થોડી ક્ષણો ચૂંટીને રાખીએ સાચવી,
એ પળમાં આવીને બધું વેરાન-વેરાન કરે છે. ​

છોડી દે રાગ-દ્વેષ તું પ્રેમ જ્યોત પ્રગટાવ હવે,
'મુરલી' પ્રેમ વિનાનો સંસાર જ ઉપદ્રવ કરે છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action