STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નાદ

નાદ

1 min
1

સૂની હવામાં લહેરાતો મીઠો સંવાદ છે,
મૌનના ઊંડાણમાંથી સંભળાતો નાદ છે. ​

વાત સમજાય છે તારી આંખોના ઈશારે,
દિલમાંથી ઊછળતો એ પ્રેમનો ઉન્માદ છે. ​

નજર મળતાં અધરો કરવા લાગે છે સ્મિત,
પ્રીતથી છલકાતો આ કુદરતનો પ્રસાદ છે. ​

મેઘ થઈને વરસી સુમસામ મારા દિલ માં,
પ્રેમની ગર્જનાનો એ મધુર સૂરીલો સાદ છે. ​

વિરહનો અંત લાવવાનો આ જ છે સમય,
મિલનને મધુર બનાવતો આ અહલાદ છે.

"મુરલી" છેડી રહ્યો છે તારા જ પ્રેમનો રાગ,
દિલમાંથી વહેતો પવિત્ર આ અનુનાદ છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama