ચંદ્રનો ચહેરો
ચંદ્રનો ચહેરો
મીટ માંડી રોજ બેસે આભમાં એ ચહકતો ચહેરો,
કે નજરથી ના ખસે છે યાદમાં એ ચમકતો ચહેરો.
રાત કાળી ભમ્મર જેવી થઈ ગઈ છે જ્યારે ઘેરી,
રોશની લઈને તદન આવે નવો એ રમકતો ચહેરો.
દૂર રહીને વાદળોનો ઓથ લઈને બેસે છે છુપાઈ,
છતાં નયનોમાં ખીલી જાય એવો લલચાવતો ચહેરો.
પ્રેમની મહેફિલ જમાવીને સજાવી છે આજે ગઝલો,
અંદર બેઠો છે હૃદયનો ધબકતો સનસકતો ચહેરો.
ખૂબ જોયા રૂપ મેં તો સ્ફટિક જેવા સ્વચ્છ સુંદર,
પણ અનોખો લાગ્યો મને શરમાતો ભમકતો ચહેરો.
ખૂબ જ કોમળ એ ગઝલની કલ્પના જેવો દીસે છે,
'મુરલી' ની ગઝલમાં તારો મલકતો ટલકતો ચહેરો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)

