STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

મારું જીવન

મારું જીવન

1 min
1

ગઝલમાં જ મૂકી દીધું છે મેં જીવન,
અક્ષરોની પાછળ અધૂરું છે જીવન. ​

રોજ કાગળ પર વહાવું આંસુની ધાર,
લખી લખીને કર્યું છે મેં પવિત્ર જીવન. ​

ક્યાંક ખુશીઓ મળી છે તો ક્યાંક દર્દ ,
વહી રહ્યું છે અનાયાસે આખું જીવન. ​

કલમની શાહી થી પત્રો શણગાર્યા મેં,
આ જ કમાણી થી મહેંક્યુ છે જીવન. ​

કોઈ પૂછે જો મને કે હું જીવું છું કે નહીં?
હું તો ગઝલના નશામાં જીવું છું જીવન. ​

શબ્દોના ભાર નીચે હું દબાઈ ગયો છું,
હવે બોઝ બની ગયું છે મારું જીવન.

"મુરલી" એ દર્દને શાયરીમાં ઢાળી દીધુંં,
અંતે દર્દમાં જ વીતી ગયું આખું જીવન.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી"(જુનાગઢ )


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational