અંતર્મન
અંતર્મન
મૌન રહીને હું રોજ કેટલાંય સંવાદ કરું છું,
અંતર્મનથી હું ખુદની સાથે વિવાદ કરું છું.
ચહેરા પર સ્મિતનું આવરણ ઓઢીને ફરું છું,
આંખો દ્વારા મારા દર્દની ફરિયાદ કરું છું.
દુનિયાની ભીડભાડથી કંટાળીને હું જ્યારે,
એકાંતમાં બેસીને ખુદની યાદ કરું છું.
સાચા અને ખોટાની વચ્ચે રમત ચાલે છે રોજ,
મન સાથે જીવીને દિલને આબાદ કરું છું.
સમજે ના કોઈ કદી આ દિલની વેદનાઓને,
મૌન રહી મનમાં હું અજબ ઉન્માદ કરું છું.
ખુદની ભીતર ડોકિયું કરીને જોયું મેં જ્યારે,
‘મુરલી’ અંતર્મનથી ખુદને આઝાદ કરું છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી "(જૂનાગઢ )
