નીતિ
નીતિ
જીવનમાં નીતિમત્તાનો અંજામ હમેશા સારો છે,
સમજો કે દુનિયામાં ધર્મ અને નિષ્ઠાનો નજારો છે.
કરે ભલે કોઈ ઈર્ષા કે કોઈ નફરત દિલમાં રાખીને,
સદાચારે ભરેલું આ જીવન જ આપણો સહારો છે.
ભલે પળભરની જીતમાં અસત્ય કાયમ હારી જાય,
ખરા રસ્તે ચાલનારાનો જ ચહેરો ખરેખર ન્યારો છે.
કર્મની શુદ્ધતા રાખીને ચાલો તો રાહ સરળ બનશે,
અહીં ઈમાનદારીનો જ દરવાજો સૌથી પ્યારો છે.
ગુમાન મનમાં રાખીને કોઈનું દિલ ન દુખાવો દોસ્ત,
નમ્રતા ને ભલાઈ એજ જીવનનો સાચો ચમકારો છે.
"મુરલી" ખરા માર્ગે ચાલીને કીર્તિ પામવી મુશ્કેલ છે,
પરંતુ આ જ રસ્તે ખુદાનો મળતો સાચો સહારો છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા મુરલી "(જૂનાગઢ)
