STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

બેચેન રાત

બેચેન રાત

1 min
1

સૂની શેરીમાં હવે ચાંદની ખોવાઈ ગઈ છે,
તારી યાદોની ભીડમાં રાત ભરાઈ ગઈ છે. ​

પાંપણ પર જામેલાં આંસુ લૂછું કે સાચવું,
તારા વિના આંખોમાં ઉંઘ વિસરાઈ ગઈ છે.

 થંભી ગયા છે ​ઘડિયાળના કાંટા પણ આજે,
એક એક પળ પણ હવે પહાડ બની ગઈ છે. ​

સુસવાટા કરતો સમિર મને કરે છે સવાલ,
કેમ તારા હૈયાની ધડકન મુંજાઈ ગઈ છે? ​

પૂછુ છું દીપકને ક્યાં સુધી પ્રકાશ ફેલાવીશ?
અંધારાની ચાદર ઓઢી રાત જાગી ગઈ છે. ​

‘મુરલી’ના સૂર પણ આજે બેસૂર લાગે મને,
તારા વિના જીંદગી સુમશાન બની ગઈ છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ )


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama