STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

હૃદયની કલમ

હૃદયની કલમ

1 min
2

હૃદયની કલમથી લખું છું ગઝલ,
તારા જ સ્મરણથી લખું છું ગઝલ.

તું શબ્દ આપ તો એ વહેતી થશે,
મનના જ ભાવથી લખું છું ગઝલ.

નથી કોઈ આશા, નથી કોઈ છળ,
સુગંધી પવનથી લખું છું ગઝલ.

તું વસી ગઈ નયનના પલકારામાં,
તારા જ નયનથી લખું છું ગઝલ.

હૃદયના ઊંડાણમાં વ્યથા છે ઘણી,
મધુર એક સૂરથી લખું છું ગઝલ.

બધાં દુઃખ વિસારીને હસાવી શકે,
એવી મધુર ક્ષણથી લખું છું ગઝલ.

‘મુરલી’, પ્રેમ શબ્દ છે અતિ પવિત્ર,
તારા જ માટે પ્રેમથી લખું છું ગઝલ.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama