દીવાલ
દીવાલ
હૃદયની વચ્ચે ઊભી થઈ ગઈ છે એક દીવાલ,
મળવા છતાં કેમ રહી ગઈ છે એક દીવાલ.
શબ્દો તો ઘણા છે, છતાં મૌન કેમ છે વચ્ચે,
વાતોની વચ્ચે ઊભી રહી ગઈ છે એક દીવાલ.
નજરો મળે છે રોજ, છતાં અંતર ઘટતું નથી,
બે હ્રદયની વચ્ચે રહી ગઈ છે એક દીવાલ.
તોડી શકું તો તોડી દઉં આ ભેદની રેખાને,
પણ મનની અંદર પણ ઊભી રહી એક દીવાલ.
‘મુરલી’ હવે કોને કહું આ મનની વ્યથા મારી,
પોતાની જ છાયાથી ઊભી કરી એક દીવાલ.
રચના :-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)

