જન્માષ્ટમી
જન્માષ્ટમી
માખણચોર નંદકિશોરનું હૈયે હરખતું રૂપ,
આવી અંધારી રાતે પ્રગટ્યો જગતનો ભૂપ.
શ્રાવણ વદ આઠમનો મહિમા અનંત અપાર,
મથુરાના કારાગારમાં લીધો પ્રભુએ અવતાર.
દેવકી-વસુદેવના કષ્ટ હરવા પ્રગટ્યા શ્યામ,
ગોકુળમાં ઘર ઘર આજ ગૂંજ્યું શ્યામનું નામ.
જશોદાએ લાલાને ઝૂલાવ્યો પ્રેમથી હીંડોળે,
ગોપીઓ સૌ ઘેલી થઈ મુરલીના મધુર સુરે.
માખણ-મિશ્રી આરોપીને નટખટ લીલા કરતાં,
ભક્તોના હૃદયમાં વસીને આનંદ નવો ભરતાં.
જન્માષ્ટમીનો પર્વ લાવે છે શ્રદ્ધા અને ઉત્સાહ,
'મુરલી' મધુર તાન વગાડી બતાવ્યો પ્રેમનો રાહ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
(સાહિત્યકાર અને શાસ્ત્રીય સંગીતકાર)
