STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

અભિનંદન

અભિનંદન

1 min
1

તારી આંખોમાં પ્રેમનાં સપનાં સજ્યાં, અભિનંદન,
મારા હૈયામાં લાગણીનાં ફૂલો ખીલ્યાં, અભિનંદન.

તારા હોઠો પર પ્રેમનું મધુર સ્મિત કેવું મહેંકી ગયું,
મારા શ્વાસોમાં પ્રેમગીતો ગુંજી ઉઠ્યાં, અભિનંદન.

ચંદ્રના શીતળ કિરણોમાં તારો ચહેરો ખીલી ઉઠ્યો,
તારૂં રૂપ જોઈને નભનાં તારાઓ ઝૂક્યાં, અભિનંદન.

તારા હાથમાં હાથ મૂકીને મેં જીંદગીની રાહ પકડી,
પ્રેમનાં રસ્તે ધબકતા દિલ સાથે મળ્યાં, અભિનંદન.

તારી પાંપણ પર સપનાંઓની મહેફિલ સજી ગઈ,
આંખોમાં અનુરાગનાં મોતી ઝળક્યાં, અભિનંદન.

‘મુરલી’, તારા પ્રેમથી વસંતથી ખીલે મારી જીંદગી,
 બે હૈયાં એકબીજાના પ્રેમમાં રંગાયાં, અભિનંદન.

 રચના :-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama