STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

ઉંમરનું આકાશ

ઉંમરનું આકાશ

1 min
0

વિસ્તરતું જાય છે રોજ મારી ઉંમરનું આકાશ,
ઝળહળતી જાય છે આંખમાં આશાની પ્યાસ. ​

સવારની કૂણી તડકીમાં ખીલે છે મારા સપનાં,
બપોરના તડકામાં થાય છે તાપનો આભાસ. ​

સાંજ ઢળતાં જ યાદોની મોસમ મનમાં છવાય,
રાતની ચાંદનીમાં ચમકે છે સમજણનો પ્રકાશ. ​

ક્યારેક પવન સુસવાટા કરીને પાંદડાં ખેરવે છે,
તો ક્યારેક આશાઓનો વરસાવે છે વિશ્વાસ. ​

નથી કોઈ સીમા કે નથી કોઈ હવે આનો કિનારો,
શ્વાસ સાથે ચાલતો રહે છે સફરનો સહેવાસ.

​'મુરલી' ની જીંદગીની આ જ છે સત્ય હકિકત,
દરેક પળમાં છુપાયો છે જીવનનો નવો ઉલ્લાસ.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જૂનાગઢ ).          


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational