Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dishu Patel

Drama Others

4  

Dishu Patel

Drama Others

સામા કદી મળ્યા નહીં !

સામા કદી મળ્યા નહીં !

1 min
303


મેં ઉછેર્યા હતાં એ સપનાઓ આખરે મને જ ફળ્યા નહીં; ભીનાં રહી ગયાં હશે એટલે, લાશ થઈને પણ બળ્યા નહીં !

કેટલી નાજુક હતી કલાઈઓ એ કોમળતા ભરેલા હાથની; ધીરે ધીરે એ છોડાવીને ચાલ્યા ગયાં, તોય મેં આમળ્યા નહીં !


કદાચ એટલું સહજ હતું એનું વહી જવું કોઈ ઝરણની જેમ; એટલે ક્ષણમાં પાછા વળીને જોયું તો પણ એ મળ્યા નહીં !

કેટલાં બહુરૂપી બનીને રહી ગયાં છે ચહેરાઓ, ઓળખવા કેમ; ભ્રમ એટલાં વધી ગયાં છે કે હવે પડછાયાઓને ય કળ્યા નહીં !


દ્રવીત થઈને સર્વસ્વ ઓગળી દેવું એટલું સહજ વ્યક્તિત્વ; લાગણીઓના પથ્થર બન્યાં પછી ક્યાંય પણ ઓગળ્યા નહીં !

આદત હોઈ શકે સાકીની એની નજરોથી મદહોશ કરી દેવાની; શું એટલે દુનિયાની બીજી કોઈ કડવાહટે અમને છળ્યા નહીં !


એકપણ શ્વાસ વિનાં જીવવું કેટલું બધું અઘરું થઈ પડે છે; તો પણ એક શ્વાસ બીજા શ્વાસને સામા કદી મળ્યા નહીં !


Rate this content
Log in