STORYMIRROR

Dishu Patel

Tragedy

4  

Dishu Patel

Tragedy

જિંદગી

જિંદગી

1 min
381

ક્યારેક થાકી જાઉં છું તો, ક્યારેક હારી જાઉં છું,

ક્યારેક જાણી લઉં છું જીવવાની રીતો,

તો ક્યારેક માણી લઉં છું થોડીક જિંદગી,

ક્યારેક આપી દઉં છું કોઈને સાથ,


તો ક્યારેક અલગ કરી દઉં છું મારી જાત,

ક્યારેક હસી લઉં છું મન ભરીને,

તો ક્યારેક ખૂણામાં રડી લઉં છું ડૂસકે ડૂસકે,

ક્યારેક ઘણા લોકોથી ઘેરાઈ જાઉં છું,


તો ક્યારેક એકલતામાં જ ઘૂંટાઈને મરી જાઉં છું,

ક્યારેક દિલ ખોલીને પ્રેમ કરી લઉં છું તો ક્યારેક ખોબા જેટલા પ્રેમ માટે પણ તરસી જાઉં છું,

ક્યારેક મળેલી જિંદગીને ભરપૂર જીવી લઉં છું,

તો ક્યારેક જિંદગીના છેલ્લા શ્વાસ માટે તરસી જાવ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy