પિતા
પિતા
પરિવારનો મુખ્ય સ્તંભ ને આધાર છે પિતા,
પરિવારરૂપી બાગને પરસેવે સિંચતા પિતા,
સંતાનો માટે ઘણી તકલીફો સહન કરતાં પિતા,
અગવડતા વેઠી બાળકોને સગવડ આપતાં પિતા,
કુટુંબ માટે જાણે કેટકેટલાય દુઃખ વેઠતાં પિતા,
બાળકોને આગળ લાવવા ઘણા કષ્ટ વેઠતાં પિતા,
દુનિયાનાં કડવાં ઘૂંટ ગળી છતાં હસતા પિતા,
પૃથ્વી પરનાં આપણા સાક્ષાત જીવતાં દેવ છે પિતા,
જેનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય તે છે પિતા,
ઈશ્વર પ્રાર્થના છે કે તંદુરસ્તને દીર્ધાયુ રહે પિતા.