તે છે ગુરૂ
તે છે ગુરૂ
જે સાચો રસ્તો દેખાડે તે છે ગુરુ,
જે વિના સ્વાર્થ ઉગારે તે છે ગુરુ,
જે અજ્ઞાનતાથી બચાવે તે છે ગુરુ,
જે અવગુણોને છોડાવે તે છે ગુરુ,
જે જીવન જીવતાં શીખવાડે તે છે ગુરુ,
જે જીવન ઉપયોગી જ્ઞાન આપે તે છે ગુરુ,
જે ખોટાં રસ્તે જતાં બચાવે તે છે ગુરુ,
જે મુશ્કેલીઓમાંથી ઉગારે તે છે ગુરુ,
જે છે સંબંધીથી પણ વિશેષ તે છે ગુરુ,
જે છે હરહંમેશ તકલીફમાં સાથે તે છે ગુરુ.