વરસાદની હેલી
વરસાદની હેલી
1 min
386
ગ્રીષ્મ ગયો ને થઈ વરસાદની હેલી,
ગરમીથી છૂટકારો થઈ આનંદની હેલી,
મોર ટહુકી ઊઠ્યા વરસતાં વરસાદમાં,
બાળકો ખીલી ઊઠ્યા આજ વરસાદમાં,
ગ્રીષ્મ સમાધીમાંથી નીકળ્યા છે દેડકાં,
વરસાદની હેલીમાં બોલી ઊઠી છે કોયલ,
થયો વરસાદને થઈ છે દિલમાં હેતની હેલી,
તપતી ધરતીને થઈ છે આજ ઠંડકની હેલી,
થતાં વરસાદ ખેડૂતના દિલને થઈ છે ઠંડક,
વરસતાં મેઘ આજ સૌ જીવોને મળી ટાઢક.
